#PATAN : તિસરી આંખ સમા નવા 40 CCTV કેમેરા કાયૅરત બનાવવાની કવાયત શરૂ..

અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા બાજ નજરનું આયોજન..

શહેરમાં અત્યાર સુધીમાં 40 સ્થળો પર 234 કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે.

પાટણ તા.૧૩
પાટણ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તેમજ ટ્રાફીકનું સંચાલન યોગ્ય રીતે થાય માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 234 સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે. અને નવા 40 કેમેરાની કામગીરી હાલમાં ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેટ અંતર્ગત શહેરના જુદાજુદા 40 સ્થળો પર 234 જેટલા સીસીટીવી કેમેરા અત્યાર સુધીમાં લગાવવામાં આવેલ છે પરંતુ હજુ પણ શહેરના કેટલાક એવા વિસ્તારો છે. જયાં કેમેરાની જરૂરિયાત છે તેમજ જે સ્થળે કેમેરા લગાવેલા છે ત્યાં વધારે કેમેરાની જરૂરિયાત ઉભી થતાં જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા આ અંગેનો શહેરમાં સર્વે કરાવીને હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત અગાઉ જે પોલ પર કેમેરા હતા ત્યાં વધારાના કેમેરા ઉપરાંત નવા 26 પોલ ઉભા કરીને કુલ 40 સીસીટીવી કેમેરા શહેરમાં લગાવવાની કામગીરી ખાનગી એજન્સી દ્વારા હલમાં પૂરજોશમાં ચાલી રહી છે .
જેમાં શહેરના દોશીવટ 3 ,ટીંબી ત્રણ રસ્તા 4, હારીજ ત્રણ રસ્તા 3,પદ્મનાથ ચોકડી 4, બગવાડા દરવાજા 7, ઊંઝા ત્રણ રસ્તા 3, જૂનાગંજ બજાર 4,પારેવા સર્કલ 1, રેલવે બુકડી 1 , સ્ટેશન રોડ1, બુકડીચોક 1, આનંદ સરોવર રોડ પર 4 કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.