#PATAN : ધારપુર હોસ્પિટલને એમ્બ્યુલન્સની ભેટ ધરતા પાટણના ધારાસભ્ય..

પાટણના ધારાસભ્યે પોતાની ગ્રાન્ટ માંથી લોકોની આરોગ્યની ચિંતા સેવી એમ્બ્યુલન્સ અર્પણ કરી..

પાટણ તા.૧૩
ધારપુર સિવિલ હોસ્પિટલમાં પાટણ ના ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલ ની ગ્રાન્ટ માંથી ગુરુવારે એબ્યુલન ની ફાળવણી કરવામાં આવી હતી.


લોકો ને આરોગ્યની સેવા સમયસર ઉપલબ્ધ બની રહે તેવાં ઉદ્દેશ થી પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા પોતાની ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી નાણાં ફાળવી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની પ્રજા ને આરોગ્યની સેવા પુરી પાડતી ધારપુર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ની ભેટ ધરવામાં આવતાં પાટણ ધારાસભ્ય ની પ્રજા નાં આરોગ્ય ને ધ્યાનમાં રાખીને ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ માટેની ગ્રાન્ટ બદલ સરાહના કરવામાં આવી હતી.


ગુરૂવારે ધારપુર હોસ્પિટલ ખાતે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા એમ્બ્યુલન્સ વાનને સેવારત બનાવવાનાં આયોજિત કાર્યક્રમમાં ધારપુર મેડિકલ નાં ડીન ડો.યોગેશાનંદ ગોસ્વામી,સુપ્રિટેન્ડેન્ટ ડો.મનિષ રામાવત,ડો ઉદય પટેલ તથા સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો.