#PATAN : નગરજનો ઉતરાયણ પર્વ સલામતી રીતે ઊજવી શકે તેવા આશયથી getco દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી..

પાટણ તા.૧૩
મકરસંક્રાંતિ પર્વને લઇને અકસ્માત નિવારણ અને સલામતી સારુ લોકોમાં અવેરનેસ આવે તે માટે getco દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લાઉડ સ્પીકર સાથે રિક્ષા ફેરવી વીજળીની લાઇન નીચે કે આજુબાજુમાં પતંગ ચગાવવા જીવનું જોખમ રહેલું હોય, મેગ્નેટિક ટેપ, ધાતુના તાર નો દોરી તરીકે પતંગ ચગાવવા ઉપયોગ ન કરવા તેમજ મેગ્નેટિક ટપ, ચાઈના દોરી, બરેલી દોરી, કાળી દોરી વગેરે દોરી પણ ઈલેક્ટ્રોનિક તારને અડવાથી અકસ્માત સર્જી શકે તેમ હોય આવી દોરીનો બને ત્યાં સુધી ઉપયોગ ન કરવા તેમજ પતંગ લૂંટવા પકડવા સારુ ધાતુના સળિયાનો કે ઝંડા નો ઉપયોગ વીજ લાઈન ની નજીક કરવો નહીં તેવા સૂચન પાટણના નગરજનો માટે કરવામાં આવ્યા છે.
ઉતરાયણ પર્વ સલામતી રીતે ઉજવવા માટે નો getco નો પ્રયાસ શહેરીજનો માં સરાહનીય બની રહ્યો છે.