#PATAN : શહેરમાં કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે વેપારીઓએ જાતે જ કુંડાળા કર્યા..

પાલિકા દ્વારા વેપારીઓને કોરોના ની ગાઈડ લાઈન નું પાલન કરવા માટે સુચિત કરાયાં..

પાટણ તા.૧૩
પાટણ શહેર સાહિત જિલ્લા માં કોરોના ની ત્રીજી લહેર ને લઈને કેસ વધી રહ્યા છે. ત્યારે પાટણ પાલિકા દ્વારા સામાજિક અંતર જાળવવા માટે વેપારીઓ દ્વારા દુકાન બહાર કુંડાળા કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે શહેરના વેપારીઓ દ્વારા કોરોના નું સંક્રમણ અટકે તે માટે ગુરુવારે સવારે દુકાન પાસે ગોળ કુંડાળા દોરવામાં આવી રહ્યા છે.
પાટણ શહેરમાં 7 દિવસમાં 49 કેસ નોંધાતા શહેર કોરોના નું હોટ સ્પોટ બનવા પામ્યું છે. ત્યારે શહેરમાં સંક્રમણ ઘટે અને વધુમાં વધુ લોકો કોરોના થી મુક્ત રહે તે માટે શહેરની સુરક્ષાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન થાય માટે વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે વેપારીઓને દુકાન આગળ સોશિયલ ડિસ્ટન્સ ગ્રાહકો જાળવે તે માટે રાઉન્ડ કરવા માટે સુચના આપતા ગુરુવારે કેટલાક વેપારીઓ દ્વારા દુકાનો આગળ રાઉન્ડ દોરવા ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો વેપારીઓને ગ્રાહકો ફરજિયાત માસ્ક પહેરીને આવે તે માટે અપીલ કરવા પણ સૂચન કરવામાં આવી હોવાનું નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું.