#PATAN : ભારત વિકાસ પરિષદ, મહિલા ટીમ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે સેવા કાર્ય કરવામાં આવ્યું..

પાટણ તા.૧૩
ઉત્તરાયણ પર્વમાં સેવાનું વિશેષ મહત્વ છે જે નિમિત્તે ભારત વિકાસ પરિષદ, પાટણ શાખા મહિલા ટીમ દ્વારા આ પર્વને લઇને પાટણના સૂર્ય નગરમાં વસતા બાળકો માટે 600 જેટલા મમરાના લાડુ નું ગુરુવારે વિતરણ કરવામાં આવ્યું હતું.


પાટણ શહેરમાં રામ રહીમ અન્નક્ષેત્ર વર્ષોથી સેવા આપી રહ્યું છે આ સંસ્થામાં એક નાની સેવા ભારત વિકાસ પરિષદ મહિલા ટીમ દ્વારા કરવામાં આવી જેમાં 400 જેટલા મમરા ના લાડુ સંસ્થાને આપવામાં આવ્યા જે લાડુ યાચકોને આપવામાં આવ્યા હતા. આમ કુલ મળીને 1000 જેટલા લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવા કાર્ય માટે સંસ્થાની બહેનો દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિલા સંયોજકા મમતાબેન ખમાર, સહ સંયોજકા પિન્કીબેન સુથાર, પૂર્ણિમાબેન મોદી, જાસ્મીનાબેન પારેખ , જાગૃતીબેન ખમાર, કેતકી બેન કાટવાલા, સરોજબેન સ્વામી, નીતાબેન પટેલ, શાખાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.