#PATAN : ચંદ્રુમણા નાં પિતરાઈ ભાઈ બહેન ને કેનાલમાં ડુબ્યા ને ચોવીસ કલાક જેટલો સમય વિતવા છતાં સ્થળ પર સંવેદનહીન જિલ્લા તંત્ર ડોકાયું નથી…

પાટણ ધારાસભ્ય દ્વારા રેવન્યુ મિનિસ્ટર સાથે ટેલિફોનીક વાત કરી એનડીઆરએફ ની મદદ માંગવામાં આવી..

પાટણ જિલ્લા પ્રશાસન ની ઉદાસિનતા સમે તપાસ હાથ ધરી કડક કાર્યવાહી ની માંગ કરતા ધારાસભ્ય ડો કિરીટ પટેલ..

પાટણ તા.૧૩
પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામ ના પિતરાઈ ભાઈ બહેન બુધવારની સાંજે ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડુબ્યા હોવાની ઘટનાને 24 કલાક જેટલો સમય વિતવા છતાં હજુ સુધી બંનેની કોઈ ભાળ મળી નથી સ્થાનિક લોકો દ્વારા આખી રાત કેનાલમાં તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં કેનાલ માંથી બન્ને બોડી ન મળતાં અને આ બાબતે પાટણ નાં ધારાસભ્ય ને જાણ કરાતા તેઓએ ધટના સ્થળે દોડી આવી એનડીઆરએફ ની મદદ માટે જિલ્લાનાં પ્રાંત અધિકારી અને કલેક્ટર સાથે ટેલિફોન વાત કરતા એનડીઆરએફ ની ટીમ ને બોલાવવા માટે ખચૅ થતો હોય તેવું જણાવતાં આ બાબતે પાટણ ધારાસભ્ય દ્વારા રાજ્યના રેવન્યુ મિનિસ્ટર ને સધળી હકીકત થી વાકેફ કરતાં તેઓએ તાત્કાલિક આ બાબતે પાટણ જિલ્લા પ્રશાસન ને આદેશ કરી એનડીઆરએફ ની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.


તો ચંદ્રુમાણા ગામ ના પિતરાઇ ભાઇ બહેનના કેનાલમા ડુબવાની ઘટનાને લઈને ભોગ બનનાર નાં પરિવારજનો સહિત સમગ્ર ગામનાં લોકો એ કડકડતી ઠંડીમાં પણ આખી રાત કેનાલ ખાતે હાજર રહી બન્ને ની બોડી મળે તેની રાહ જોઈને બેઠા હતા છતાં જિલ્લા પ્રશાસન નાં એક પણ અધીકારીએ સ્થળ પર આવવાની તસ્દી લીધી ન હોય એક તરફ સરકાર સંવેદનશીલ હોવાના બણગાં ફુકી રહી છે ત્યારે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ આવી સંવેદનશીલ બનેવી ધટના ને નજર અંદાજ કરી પોતાની ફરજ પ્રત્યે ઉદાસીન બની સંવેદના હિન બની કામ કરતી હોવાનો આક્ષેપ પાટણ ધારાસભ્ય દ્વારા કરી આવાં બેજવાબદાર અને સંવેદનાહીન અધીકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.