#SIDDHPUR : સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું..

સિધ્ધપુર ધારાસભ્ય સહિત નાં આગેવાનો અને સિધ્ધપુર જનરલ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો..

પાટણ તા.૧૩
સિદ્ધપુર સિવિલ જનરલ હોસ્પીટલ ખાતે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની જીલ્લા કક્ષાની ગ્રાન્ટ માંથી ઓક્સિજન પ્લાન્ટ તેમજ પોતાની ધારાસભ્યની ધારાફંડ ગ્રાન્ટ માંથી ગુરુવારે એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી હતી.
સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત સ્થાનિક આગેવાનો ની ઉપસ્થિતિ વચ્ચે સિધ્ધપુર ની જનરલ હોસ્પિટલ ખાતે ગુરૂવારે નવીન એમ્બ્યુલન્સ અને ઓક્સિજન પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


આ સેવાકિય સુવિધા નાં પ્રારંભ પ્રસંગે સિધ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમિદભાઈ મોકણોજીયા, બિપીનભાઈ દવે તેમજ અન્ય સ્થાનિક આગેવાનો, જીલ્લા, તાલુકા પંચાયત ના સદસ્યો, નગરપાલીકા સદસ્યો તેમજ કોંગ્રેસ ના કાર્યકરો સહિત સિધ્ધપુર જનરલ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.