#SIDDHPUR : કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રા અંતર્ગત મામલતદારને આવેદનપત્ર આપ્યુ..

સિધ્ધપુર ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો,કાયૅકરો ઉપસ્થિત રહ્યા.

પાટણ તા.૧૩
સિદ્ધપુર મામલતાર કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


ન્યાય યાત્રા અંતર્ગત સરકાર સમક્ષ મુકેલી ચાર માંગણીઓ સાથે અપાયેલા આવેદનપત્રમાં કોવિડ-૧૯ થી અવસાન પામેલ દરેક મૃતક પરિવારને રૂપિયા ૪ લાખ નું વળતર,કોવિડ ગ્રસ્ત દર્દીઓના તમામ મેડિકલ બિલ્સ ની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતા ની ન્યાયિક તપાસ, કોવીડ થી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/પરિવારજનો પૈકી એક ને કાયમી નોકરી જેવી માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ સાથે કોરોના મહામારીમાં અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા જણાવાયું હતું.
આ આવેદનપત્ર નાં કાયૅક્રમ માં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત જીલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલીકા સદસ્યો તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.