#PATAN : ઉતરાયણ પર્વ પૂર્ણ થયા બાદ શહેર નાં વિવિધ વિસ્તારોમાં રોડ પર પડેલા દોરા એકત્ર કરતાં ભીખાભાઈ પ્રજાપતિ..

ગુચ વળી ગયેલા દોરા અબોલ જીવોની સાથે ક્યારેક માનવી માટે પણ ધાતક બનતાં આ પ્રવૃતિ શરૂ કરાઈ છે..

પાટણ તા.13
પાટણ શહેરમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા અનેક સેવાકીય લોકો દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષથી ઉતરાયણ પર્વ પૂર્ણ થયા બાદ શહેરની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા અને પ્રજાપતિ છાત્રાલયમાં મહેતાજી તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ પ્રજાપતિ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન ગૂંચ વળી ગયેલા રોડ પર ફેકી દેવામાં આવતા દોરા એકત્ર કરી પક્ષીઓના કે માણસોનાં પગમાં ના આવે અને તેનાં કારણે કોઈ અકસ્માત નાં સજૉઈ તેવી ભાવના સાથે દોરા એકત્ર કરવાનું કામ કરી રહ્યા છે.
છેલ્લા પાંચ વષૅ નાં સમય દરમિયાન ભીખાભાઈ દ્વારા ઉતરાયણ પર્વ પૂર્ણ થયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ને 20 કિલો કરતાં વધું વજનનો દોરો એકત્ર કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ..
ભીખાભાઈ પ્રજાપતિ ની આ નિસ્વાર્થ સેવા નાં કારણે અનેક અબોલજીવો સાથે માનવી નાં આશિર્વાદ પ્રાપ્ત થતાં હોવાનો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.