પાટણ શિહોરી રોડ પરના નાયતા નજીકના પુલના રિપેરીગ કામને લઈને ડાયવર્જન આપવા એબીવીપી ની રજૂઆત..

પાટણ તા.૧૩
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ શાખા દ્વારા પાટણ શિહોરી હાઈવે પર નાયતા ગામ પાસે આવેલ પુલની રીપેરીગ ની કામગીરી ને કારણે માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ને ભોગવવી પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માગૅનુ તાત્કાલિક ડાયવઝૅન આપવાની માંગ સાથે જિલ્લા પ્રશાસન ને ગુરુવારે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.


ઉપરોક્ત માગૅ પર નાં પુલ ની સમાર કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પુલ પરથી ભારે વાહનો ની અવર જવર પર પ્રતિબંધ મુકેલ છે. અને ભારે વાહનો ની અવરજવર માટે કોઈ પણ પ્રકારના ડાયવર્ઝન ની સુવિધા કરેલ નથી, જેના કારણે લોકો ને હાલાકી ભોગવવી પડી રહી છે તો સરસ્વતી તાલુકાનાં કાંસા પછી ના ગામો જેવા કે..નાયતા,વડિયા,વેલોડા, કાલોધી,મેલુંસન,ધારુસન,ધનાસરા,કાનોસન,વાયડ, જેસંગપુરા જેવા ગામોનાં વિધાર્થીઓને અપડાઉન માં મુશ્કેલી વેઠવી પડે છે. અને અભ્યાસ હેતુ વિધાર્થીઓને જીવનાં જોખમે પ્રાઇવેટ સાધનોમાં મુસાફરી કરવી પડે છે.. જેનું ભાડું પણ મોંઘુ પડે છે..તો વિધાર્થી હિત ને ધ્યાને લઈ વહેલા માં વહેલી તકે આ માગૅ પર ડાયવર્ઝન આપવામાં આવે તેવી આવેદનપત્ર માં એબીવીપી દ્વારા રજુઆત કરવામાં આવી હોવાનું એબીવીપી નાં પાટણ જિલ્લા કાયૉલય મંત્રી એ જણાવ્યું હતું.