#PATAN : જિલ્લામાં અધધધ 68 કોરોના નાં કેસો નોંધાયા..

કોરોના ની ત્રીજી લહેર મા સૌથી વધુ 68 કેસો આવતા લોકો માં ફફડાટ વ્યાપ્યો..

સિદ્ધપુર ,પાટણ,હારીજ, સરસ્વતી અને ચાણસ્મા પંથકમાં કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા..

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામની 8 વર્ષ ની માસુમ કોરોના સંકમિત બની..

પાટણ તા.13
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ગુરુવાર ના રોજ સૌથી વધુ 68 કેસો પ્રકાશમાં આવતાં લોકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.તો સિધ્ધપુર તાલુકાનાં લાલપુર ગામની 8 વર્ષ ની માસુમ પણ કોરોના સંકમિત બની હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા માં ગુરુવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં 27 તાલુકામાં 8, સિદ્ધપુર શહેરમાં 4 તાલુકામાં 11,ચાણસ્મા શહેરમાં 6 અને તાલુકામાં 6, હારીજ શહેરમાં 2 અને તાલુકામાં 2, સરસ્વતી તાલુકા 2 કેસ મળી જિલ્લામાં કુલ 68 કેસ નોંધાયા છે.
પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કોરોના ની ત્રીજી લહેર મા તા 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં કુલ 175 પોઝિટિવ કેસો નોંધાયા છે.જેમાથી 3 દદીઓ ને રજા આપવામાં આવી છે જ્યારે 112 હોમ આઈશોલેશન છે તો 1919 કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ હોવાનું તેમજ કોરોના ની ત્રીજી લહેર મા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.