#PATAN : ચંદ્રુમાણા નજીકની કેનાલમાં ડુબેલા પિતરાઈ ભાઈ બહેન શોધવા એનડીઆરએફ ટીમ ધટના સ્થળે પહોંચી..

એનડીઆરએફ ની ટીમ ને લઈને આવતી ગાડીને કંબોઈ નજીક અકસ્માત નડયો..

ટીમ નાં એક પણ વ્યક્તિ ને ઈજા ન પહોંચતા સૌએ હાસકારો અનુભવ્યો..

જિલ્લા કલેક્ટર સહિતના અધીકારીઓ પણ ધટના સ્થળે પહોંચ્યા : પરિવારજનોને સાંત્વના પાઠવી..

પાટણ તા.13
પાટણના ચંદ્રુમાણા નજીકની કેનાલમા બુધવારની સાંજે પિતરાઈ ભાઇ-બહેન ડૂબવાની ધટના ને પગલે પરિવાર સહિત સમગ્ર ચંદ્રુમણા ગામમાં શોક છવાયો છે તો સ્થાનિક તરવૈયાઓ ની મદદ છતાં હજુ સુધી કેનાલમાં માથી બંન્ને ની બોડી મળી નથી ત્યારે આ સંવેદનશીલ ધટનાને પગલે પાટણ ધારાસભ્ય દ્વારા રાજ્યના રેવન્યુ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદી સાથે ટેલિફોનીક વાત કરી એનડીઆરએફ ની ટીમની મદદ માંગવામાં આવતાં તેઓ દ્વારા બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક ધટના સ્થળે એનડીઆરએફ ની ટીમ રવાના કરી હતી પરંતુ એનડીઆરએફ ની ટીમ ને લઈને આવી રહેલ ગાડીને કંબોઈ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કોઈ ને ઈજાઓ થવા પામી ન હોવાનું જાણવા મળ્યું છે તો બનાવને પગલે કલેક્ટર સહિતના અધીકારીઓ પણ ધટના સ્થળે પહોંચી પરિવાર નાં સભ્યોને સાંત્વના આપી હતી.