#SARASWATI : સરીયદ ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો…

પાટણ જિલ્લા વન વિભાગ કચેરીના અધિકારી દ્વારા દીપડાને પકડવા ટીમો કામે લગાડાઈ..

દીપડાને પકડવા મારણ મુકી પાંજરુ મૂકાયું..

પાટણ તા.૧૪
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામની સીમમાં મકરસંક્રાંતિની બપોરે દિપડો જોવા મળ્યો હતો. જેને લઇને પંથકના લોકોમાં ભયનો માહોલ ઊભો થવા પામ્યો છે. ત્યારે આ બાબતની જાણ પાટણ જિલ્લા વન વિભાગ કચેરીના અધિકારી બી.એમ.પટેલ ને થતા તેઓ પોતાની ટીમ સાથે સરીયદ ગામ ની સીમ માં પહોંચ્યા હતા.

અને દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. પાટણ વન વિભાગની કચેરીની સાથે-સાથે ચાણસ્મા-હારિજ સહિતની વન વિભાગ ની ટીમ પણ દીપડાને પકડવા માટે કામે લગાડવામાં આવી છે તો દિપડાને ઝડપવા મારણ મુકી પાંજરૂ મૂકવામાં આવ્યું હોવાનું પાટણ જિલ્લા વન વિભાગ અધિકારી બી.એમ.પટેલ જણાવ્યું હતું. દિપડા દ્વારા હજી સુધી કોઇને જાનહાની પહોંચાડવામાં આવી ન હોવાનું અધીકારીએ જણાવી દિપડા ને ઝડપી લેવા માટેના તમામ પ્રયત્નો વન વિભાગ કચેરી દ્વારા હાથ ધરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ.