એ કાપ્યો છે ~ ની બુમો અને ચીચીયારીઓથી પાટણનું આકાશ ગુંજી ઊઠ્યું…

વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા…

પાટણ શહેરમાં મકરસક્રાંતિ પર્વની હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવી…

ફાફડા જલેબી અને ઉધીયા ની જિયાફત માણી..

પાટણ શહેર માં મકરસંક્રાંતિ ના પવૅ ને યાદગાર બનાવવા વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પતંગ ફીરકી સાથે પહોંચી ગયા હતા .
શહેરીજનો એ પરિવાર સાથે પતંગ ઉડાડવાની મજા માણતા તલસાંકળી, ફાફડા – જલેબી અને ઊંધીયાની જયાફતની માણી હતી .


પતંગ રસીકો જ્યારે પતંગ કાપે ત્યારે પરિવાર જનો તેઓનો ઉત્સાહ વધારવા એ કાપ્યો છે ની બુમો અને ચીચીયારીઓ પાડતાં જોવા મળ્યાં હતાં.તો તંત્ર દ્વારા પ્રતિબંધિત ડી જે નાં ગગનભેદી અવાજો પણ કોઈ કોઈ ધાબા ઉપર સાંભળવા મળ્યાં હતાં.


જોકે ગત વર્ષની સરખામણીએ વહેલી સવારથી જ પતંગ ચગાવવા માટે પુરતો પવન ન હોઇ પતંગ રસીયાઓને પતંગ ચગાવવામાં ભારે કસરત કરતાં જોવા મળ્યાં હતાં.
સાંજે પતંગોના પેચ વચ્ચે ફટાકડા ની આતશબાજી થતાં ઉતરાયણ પર્વ ની સાથે સાથે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.એકદરે શાંતિ પૂર્ણ માહોલમાં પાટણ વાસીઓએ ઉતરાયણ પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી..