#PATAN : કરૂણા અભિયાન પક્ષી સારવાર કેન્દ્ર ખાતે ઉતરાણ પર્વ માં લેવાયેલ 62 પક્ષીઓ ની સારવાર કરાઈ..

સારવાર દરમિયાન કબુતર,કોયલ,બાઝ, સમડી સહિત એક વિદેશી પક્ષી મળી 10 પક્ષીઓનાં મોત નિપજયાં..

પાટણ તા.15
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પાટણ જિલ્લા વન વિભાગ અને પશુચિકિત્સાલયો સહિત અનેક જીવદયા સંસ્થાઓ દ્વારા ઉતરાયણ પર્વ ને લઈને દોરી થી ઈજાગ્રસ્ત બનતાં અબોલ જીવોની સારવાર અર્થે કાયૅરત કરવામાં આવેલા ધાયલ પક્ષી સારવાર માટે નાં કરુણા અભિયાન અંતર્ગત પાટણ ખાતે કાયૅરત જિલ્લા વન વિભાગ ની કચેરી ખાતે નાં કરૂણા અભિયાન સેન્ટરની પાટણ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી,પ્રાત અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ મુલાકાત લઈ જીવદયાની પ્રવૃત્તિ કરતાં તબીબો સહિત નાં સ્ટાફ સાથે પાટણ જિલ્લા વન વિભાગ ની પ્રવૃતિ ને સરાહનીય લેખાવી હતી.

પાટણ ખાતે કાયૅરત કરાયેલ કરૂણા અભિયાન સારવાર કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં 62 પક્ષીઓને સારવાર આપવામાં આવી હોવાનું અને જેમાંથી 10 પક્ષીઓ ના મોત નિપજયાં છે.
મૃત પક્ષીઓમાં કબૂતર,કોયલ, બાઝ, સમડી સહિત એક વિદેશી પક્ષી હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. પાટણ શહેર માં કાયૅરત કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્ર માં ઉતરાયણ નાં બીજાં દિવસે પણ અનેક ધાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું.

આ જીવદયાની પ્રવૃત્તિ માં પાટણ જિલ્લા વન વિભાગ ની ટીમો, પશુચિકિત્સાલયો ના સ્ટાફ પરિવાર સાથે પાટણની જીવદયા સંસ્થાઓ, જીવદયા પ્રેમીઓ જોડાઈને ઈજાગ્રસ્ત બનેલા અબોલ જીવો ની સારવારમાં નિસ્વાર્થ સેવાઓ આપી ઉમદા કામ કર્યું હતું.