#PATAN : ફિલ્ટર પ્લાન્ટ નજીક થી પસાર થતી 11 કેવી વિજ લાઈન નો તાર તુટતા બાદ પણ વિજ સપ્લાય ચાલુ રહેતા અફડા તફડી મચી..

જીઇબી ની બેદરકારી સામે રહિશો ની સમય સુચકતાથી મોટી દુધૅટના ટળી..

પાટણ તા.15
પાટણ સીટી વિસ્તારમાં જીઈબી તંત્ર ની બેદરકારી ને કારણે અને શહેરીજનોની સમય સુચકતાના કારણે મોટી દુધૅટના ટળતા લોકો એ હાસકારો અનુભવ્યો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ શનિવારે શહેરના ફિલ્ટર પ્લાન્ટ ખાતે સિધ્ધી સરોવર પાસે થી પસાર થતી 11kv વિજ લાઈનનો જીવતો વિજ તાર અગમ્ય કારણોસર તૂટતા અફડા તફડી મચી જવા પામી હતી જોકે આ અકસ્માત સર્જાયો હોવા છતાં તુટેલ વિજ લાઈન સપ્લાય ચાલુ રહેતા આ વિસ્તારના રહીશો એ માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ને અવગત કરી વિજ સપ્લાય બંધ કરી મોટી દુધૅટના બનતાં અટકાવી હતી જોકે હેવી વિજ તાર તુટ્યો ત્યારે પણ માગૅ પર કોઈ ની ચહલ પહલ ન હોય છતાં આ બનાવ અંગે સ્થાનિક રહીશોએ જીઇબી તંત્ર ની બેદરકારી ને લઈને ભારે નારાજગી જોવા મળી હતી તો કેટલાક રહીશોએ જણાવ્યું હતું કે તાર તૂટ્યા પછી પાંચ મિનિટ સુધી વિજ લાઈન ચાલુ રહેવા પામી હતી જે જીઇબીની ધોર બેદરકારી દર્શાવે છે ખરેખર તો વિજ લાઈન તુટતા ની સાથે વિજ સપ્લાય બંધ થાય તે માટે જીઇબી તંત્ર દ્વારા ટ્રીપ મારીને વિજ સપ્લાય બંધ થાઈ તેવી ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ તેવું સુચન કર્યું હતું.