#PATAN : ચંદ્રુમાણા ગામે કેનાલમાં ડૂબેલા પિતરાઈ ભાઇ-બહેનના મૃતદેહ ભારે શોધખોળ બાદ ત્રીજા દિવસે મળ્યા..

ભલાણા કેનાલના સાયફન માં ફસાયેલી લાશ ત્રીજા દિવસે આપો આપ તરીને બહાર આવી…

બન્ને લાશોને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી..

પિતરાઈ ભાઇ-બહેનના મૃતદેહ મળતા પરિવાર સહિત સમગ્ર ચંદ્રુમાણા ગામમાં શોક છવાયો..

પાટણના ચંદ્રુમણા-કંબોઈ માગૅ પરથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બુધવારે સાંજ નાં સાડા પાંચ વાગ્યાના અરસામાં ચંદ્રુમણા ગામના પટેલ પરિવાર નાં પિતરાઈ ભાઈ બહેન ડૂબ્યા હોવાની ધટના સજૉઈ હતી જે બન્ને પિતરાઈ ભાઈ બહેન ને શોધવા સ્થાનિક તરવૈયાઓ સહિત એનડીઆરએફ ની ટીમ છેલ્લા કેટલાક કલાકો થી મહેનત કરી રહ્યા હતા ત્યારે શનિવારે બપોરે બન્ને ની લાશ ભલાણા કેનાલની સાયફન માથી મળી આવી હોવાનું સ્થળ પર ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું.


છેલ્લા ત્રણ દિવસથી નમૅદા કેનાલમાં ડુબેલા ચંદ્રુમણા ગામના પટેલ પરિવાર નાં પિતરાઈ ભાઈ બહેન ની લાશ મળી આવતા પરિવારજનો સહિત સમગ્ર ચંદ્રુમાણા ગામમાં શોક ની કાલીમા છવાઈ જવા પામી હતી. મૃતક બન્ને ની લાશોને પોસ્ટમોર્ટમ માટે હારીજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બુધવારના રોજ બનેલી ધટનાની જાણ પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ ને થતા તેઓએ પણ ધટના સ્થળે દોડી આવી બનેલી સંવેદનશીલ ધટનાને પગલે પરિવારજનોને સાંત્વના પાઠવી સ્થાનિક પ્રશાસન નાં અધિકારીઓની સંવેદનહીનતા સામે આક્રોશ વ્યક્ત કરી બન્ને ની લાશની શોધખોળ માટે રાજ્યના રેવન્યુ મિનિસ્ટર સાથે ચચૉ કરી એનડીઆરએફ ટીમ ની મદદ માંગી સ્થાનિક પ્રશાસન ની બેજવાબદાર ભરી ફરજ પ્રત્યે કાયૅવાહી કરવાની માંગ પણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી હતી.ત્યારે આજે બનાવ ના ત્રીજા દિવસે ભલાણા કેનાલના સાયફન માં ફસાયેલી લાશ ફુલાઈને આપો આપ બહાર આવતાં લોકો નાં ધ્યાનમાં આવતાં બન્ને લાશોને બહાર કાઢતાં પરિવાર સહિત સમગ્ર ચંદ્રુમાણા ગામમાં શોક છવાયો હતો તો આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.