મકરસંક્રાંતિ ના પાવન પર્વ પ્રસંગે પરમ પૂજ્ય દોલતરામ મહારાજ ના રાજકીય આગેવાનોએ આશીર્વાદ મેળવ્યા..

રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ પાટણના ધારાસભ્ય સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ તા.15
મકરસંક્રાંતિ ના પાવન પર્વ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાધેલા તેમજ પાટણના ધારાસભ્ય ડૉ કિરીટ પટેલ, દશરથભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો એ પાટણ તાલુકાના નોરતા ગામે પ.પૂ. દોલતરામ બાપુ ની જગ્યાએ પધારી બાપુ નાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
નોરતા ગામે મકરસંક્રાંતિ ના પાવન પર્વ પ્રસંગે પધારેલા રાજકીય આગેવાનો નું પ.પૂ.દોલતરામ બાપુ દ્વારા સ્વાગત સન્માન કરી આવકારવા માં આવ્યા હતા.


ઉપસ્થિત રાજકીય આગેવાનોએ પ.પૂ.દોલતરામ બાપુ ની સેવાકીય પ્રવૃતિઓ ને ધ્યાનમાં રાખીને લંડન ની સંસ્થા દ્વારા ગિનિઝ બુક ઓફ રેકોર્ડસ માં સ્થાન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.