#PATAN : રવી સીઝનમાં ખેડૂતો ની માંગ ને લઈને પાટણ ધારાસભ્ય દ્વારા કરાયેલી રજૂઆતના પગલે કેનાલોમાં પાણી છોડાયા..

ગામનાં સરપંચો દ્વારા ઉનાળાને ધ્યાનમાં રાખીને ગામના તળાવમાં ઉંડા ખાડા કરી પાણી સંગ્રહ કરે તેવી માંગ..

પાટણ તા.15
રવિ સીઝન માં ખેડૂતો ને કેનાલ મારફતે પાણી આપવાની પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ ની રજૂઆત ના પગલે સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને ત્રણ પિયત આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી.
જેના ભાગરૂપે ઘઉં અને એરંડા ઉપરાંત રાયડાના છેલ્લા પાણી ને અનુલક્ષી ને સિંચાઇ વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી પાટણ તાલુકાની કેનાલો માં પુષ્કળ પ્રમાણ માં પાણી છોડવાની શરૂઆત કરી છે. જેનો પાટણ તાલુકાના માનપુર,ખારીવાવડી કતપૂર,સબોસણ,ઈલમપુર, કુણઘેર, વત્રાસર, સાડેસર પાટી, બક્રરાતપુરાપાટી બાદીપુર સહિતનાં ગામોના ખેડૂતો લાભ લઈ રહ્યા છે. સાથે રસ્તામાં આવતા ગામોના તળાવોમાં પાણીના ખાડાઓ ભરતા આવતા ઉનાળા દરમ્યાન મૂંગા પશુઓ માટે પણ આંશીક રાહત થાય એવા પ્રયાસો દરેક ગામના સરપંચ દ્વારા કરવામાં આવે તો આગામી સમયમાં એનો લાભ મૂંગા પશુઓને મળી શકે ત્યારે આ બાબતે પણ ગામના સરપંચો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.