#PATAN : બગવાડા જનતા કલીનીક ની મુલાકાત લેતાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી..

પાટણ તા.15
પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ શનિવારના રોજ પાટણ શહેરમાં બગવાડા દરવાજા ખાતે કાર્યરત જનતા ક્લિનિકની મુલાકાત લઈ ને ક્લિનિક પરથી દર્દીઓને આપવામાં આવતી દવાની કીટ તથા સારવાર વિષે ડૉક્ટર સાથે પૂછપરછ કરી હતી.
જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ જો કોઈ વ્યક્તિને તાવ,શરદી,ખાંસી કે શરીરના દુખાવા જેવા લક્ષણો હોય તો પાટણ શહેરમાં કાર્યરત ૭ જનતા ક્લિનિકમાંથી નજીકના ક્લિનિક પર દવા લેવા માટે અપીલ કરી હતી.