#PATAN : જિલ્લામાં માસ્ક અવેરનેસ ડ્રાઈવ સાથે પોલીસ વિભાગે માસ્ક વગર ફરતા લોકો પાસેથી રૂ.92 હજારનો દંડ વસુલ્યો..

પાટણ એસ.ટી. વિભાગ દ્વારા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તથા માસ્ક વગરના મુસાફરોને દંડ કરવામાં આવ્યો..

પાટણ તા.15
કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ માસ્ક એ કોરોના વાયરસના સંક્રમણથી બચવાનો અસરકારક ઉપાય છે અને જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ માસ્ક ફરજીયાત છે ત્યારે પાટણ આર.ટી.ઓ. કચેરી અને એસ.ટી. વિભાગ દ્વારા માસ્ક પહેરવાની અપીલ સાથે અવેરનેસ ડ્રાઈવ યોજી તો પોલીસ વિભાગે દંડ વસૂલ કર્યો છે.
પાટણ જિલ્લા એસ.ટી. વિભાગ દ્વારા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પાટણમાં ૧૮, સિધ્ધપુરમાં ૧૪, રાધનપુરમાં ૧૮, હરિજમાં ૧૦, ચાણસ્મામાં ૧૦ એમ કુલ ૭૦ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. પાટણ એસ.ટી.ડેપો ખાતે પેસેન્જર્સને માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે સમજૂત કરવા સાથે ૩૦૦ જેટલા માસ્કનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું. ઉપરાંત માસ્ક વગર બસ સ્ટેન્ડમાં ફરતા મુસાફરોમાં પાટણ બસ સ્ટેન્ડ ખાતે ૧૨ મુસાફરો તથા રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ૧૦ મુસાફરોને વ્યક્તિદીઠ રૂ ૫૦ નો દંડ કરવામાં આવ્યો હતો.
સાથે જ પોલીસ વિભાગ દ્વારા માસ્કના ફરજીયાત ઉપયોગ અંગેના જાહેરનામાના ભંગ બદલ
તા.૧૩ અને ૧૪ જાન્યુઆરીના રોજ જિલ્લામાં કુલ ૯૨ લોકો પાસેથી કુલ રૂ.૯૨ ,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો. આગામી દિવસોમાં પોલીસ વિભાગ,આર.ટી.ઓ તથા એસ.ટી. વિભાગ દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.