#PATAN : જિલ્લામાં વાસી ઉતરાણે સૌથી વધુ 77 કોરોના નાં કેસો નોંધાયા..

2060 લોકો ના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ…

પાટણ,સિદ્ધપુર ,હારીજ,
શંખેશ્વર,સરસ્વતી અને ચાણસ્મા પંથકમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

પાટણ તા.15
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે શનિવારે વાસી ઉતરાણે સૌથી વધુ 77 કેસો નોંધાતા લોકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લા માં શનિવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં 23 તાલુકામાં 5, સિદ્ધપુર શહેરમાં 6, તાલુકામાં 3, ચાણસ્મા શહેર માં 9 તાલુકામાં 8,શંખેશ્વર શહેરમાં 2 તાલુકા માં 7,હારીજ શહેરમાં 2 તાલુકામાં 2, સરસ્વતી તાલુકામાં 3, રાધનપુર શહેરમાં 3 ,સમીમાં 3,સાંતલપુરમાં 1 કેસ મળી જિલ્લામાં કુલ 77 કેસ નોંધાયા હોવાની સાથે
પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કોરોના ની ત્રીજી લહેર મા તા 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં કુલ 300 પોઝિટિવ કેસો નોંધાયા છે.જેમાથી 12 દદીઓ સાજા થયા છે. જ્યારે હોમ આઈશોલેશન 215 જ્યારે 2060 લોકોના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ હોવાનું તેમજ કોરોના ની ત્રીજી લહેર મા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.