સરસ્વતી તાલુકાના ઓઢવા ગામની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી..

પાટણ તા.16
કોરોના સંક્રમણ પાટણ જિલ્લામાં ફેલાઈ રહ્યું છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા એ સરસ્વતી તાલુકાના ઓઢવા ગામની રવીવારે મુલાકાત લઇ ગામમાં સર્વેલન્સની ચાલતી કામગીરીની જાત માહિતી મેળવી હતી.
તેઓએ હળવા લક્ષણો ધરાવતા વ્યક્તિઓને સર્વેલન્સ દરમિયાન મેડિસિન ટ્રીટમેન્ટ કીટ આપવા આરોગ્ય ટીમને જણાવ્યું હતું. તેઓએ સરપંચ તેમજ ગ્રામજનોને મળી અને કોરોનાની ગાઈડલાઈન નુ ચુસ્ત પાલન કરવા ખાસ સૂચના કરી હતી.

તેઓએ સબ સેન્ટર ની પણ મુલાકાત લીધી હતી અને ગ્રામજનોના ખબર-અંતર પૂછ્યા હતા આ તબક્કે તાલુકા હેલ્થ ઓફિસર ડો. મિતેશભાઇ પ્રજાપતિ, ગામના તલાટી સરપંચ સહિત આરોગ્યની ટીમ હાજર રહી હતી.