#PATAN : ઝીણી પોળના યુવાનો દ્વારા ઉતરાયણ બાદ વિસ્તારમાં ફરી બિન જરૂરી દોરી એકત્ર કરી નાશ કર્યો..

બે દિવસ માં 4કિલો થી વધુ દોરીના ગુચળા એકત્ર કરવામાં આવ્યા..

પાટણ તા.16
પાટણ શહેરના ઝીણીપોળ મહોલ્લાના યુવાનો દ્વારા બે દિવસ ઉતરાયણ બાદ શનિવારે અને રવિવારે સવાર થી મહોલ્લા પોળ ,સહિત વિસ્તાર માં ફરી ધાબા, અગાસી, અને રસ્તા પર બિન જરૂરી પડેલી દોરી એકત્ર કરી તેનો નાશ કર્યો હતો.
બે દિવસ માં યુવાનો દ્વારા અંદાજીત 4કિલો થી પણ વધુ દોરી નાં ગુચળા એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો હોવાનું યુવાનો એ જણાવ્યું હતું.


ઉતરાયણ અને વાસી ઉતરાયણ માં બે દિવસ પતગ ચકાવ્યા બાદ ઝીણીપોળ વિસ્તાર ના યુવાનોએ શનિવારે રાત્રે અને રવિવાર સવાર થી જ ઝીણીપોળ ,
લાલપટેલનો માઢ, ભદ્ર, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, ગણેશ વાડી, જૂની સબ જેલ સહિત વિસ્તાર માં ફરી દોરી પતગ વીણી હતી આ પ્રવૃત્તિ નો મુખ્ય હેતુ કોઈ પક્ષીઓ કે માનવી આ દોરીના ગુચળા માં ફસાઈ ને ઘયાલ ના થાય તે માટે યુવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરીને ગુચળા વળેલી અને ફેકી દેવામા આવેલ દોરી એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો હોવાનું હેતાગ પટેલ જણાવ્યું હતું.સાથે સાથે તેઓએ અન્ય વિસ્તારોમાં પણ રહેતાં યુવાનો દ્વારા આવી નિઃસ્વાર્થ સેવા પ્રવૃતિ કરવામાં આવે તેવી અપીલ કરી હતી.