#PATAN : ધારપુર ખાતે કાયૅરત બાપા સીતારામ સદાવ્રત નાં સેવાધારીઓનુ સન્માન કરાયું..

સદાવ્રત નાં પાંચ વર્ષ પૂર્ણ થતાં પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી સહિત રાજકિય આગેવાનો એ શુભકામનાઓ વ્યક્ત કરી..

પાટણ તા.16
ધારપુર ખાતે બાપા સીતારામ સદાવ્રત ની પંચમ વર્ષગાંઠ નિમિત્તે રવીવાર નાં રોજ આ સેવાધારી સેવકોની સદાવ્રત ની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવવામાં આવી હતી. સેવાધારી સેવકોની સદાવ્રત ની પ્રવૃતિ ને સરાહનીય લેખાવી રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણ નાં પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, ગાંધીનગર પ્રભારી મોહનભાઈ પટેલ, પાટણ તાલુકા પ્રભારી સોવનજી ઠાકોર, પાટણ તાલુકા ભાજપ મહામંત્રી જલૂજી ઠાકોર, હરિભાઈ પટેલ, મંગાજી ઠાકોર ડેર, પાટણ જિલ્લા ભાજપ મંત્રી જયરામભાઇ દેસાઈ સહિત પાર્ટી નાં પદાધિકારીઓ,કાયૅકરો અને ગામનાં આગેવાનોએ શુભકામનાઓ પાઠવી હતી.