#PATAN : જિલ્લા કલેકટર કોરોના સંકમિત બનતા હોમ કોરેન્ટાઈન થયા : જિલ્લામાં 84 પોઝિટિવ કેસ નોંધાયો..

1887 લોકોના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ.

પાટણ,સિદ્ધપુર ,હારીજ, શંખેશ્વર,સરસ્વતી અને ચાણસ્મા પંથકમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા..

પાટણ તા.17
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે રવિવારે પાટણ જિલ્લા કલેકટર પણ કોરોના સંકમિત બનતા તેઓ હોમ કોરેન્ટાઈન થયા છે તો પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેર મા સૌથી વધુ રવીવાર નાં રોજ 84 કેસો પોઝીટીવ નોંધાતા લોકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લામાં રવિવારે જિલ્લા કલેકટરની નાદુરસ્ત તબિયતને કારણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવતાં તેઓ કોરોના સંકમિત બન્યા હોવાનું માલુમ પડતાં તેઓ હોમ કોરેન્ટાઈન થયા છે અને જરૂરી સારવાર મેળવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસો ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેર અને તાલુકામાં 28, સિદ્ધપુર શહેર અને તાલુકામાં 19, ચાણસ્મા શહેર અને તાલુકામાં 23,શંખેશ્વરમાં 3,હારીજ શહેરમાં 2 , સરસ્વતી તાલુકામાં 4, સમીમાં 1,સાંતલપુરમાં 4 કેસ મળી જિલ્લામાં કુલ 84 કેસ નોંધાયા છે.
પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કોરોના ની ત્રીજી લહેર મા તા 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં કુલ 397 પોઝિટિવ કેસો નોંધાયા છે.જેમાથી 37 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હોમ આઈશોલેશન 273 દદીઓ છે. જ્યારે 1887 લોકોના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ હોવાનું તેમજ કોરોના ની ત્રીજી લહેર મા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.