#PATAN : અબોલ પક્ષીઓની જીવદયાપ્રેમી દ્વારા અંતિમયાત્રા સાથે દફનવિધિ કરવામાં આવી..

58 અબોલ જીવો નાં આત્માની શાંતિ માટે જીવદયાપ્રેમી દ્વારા પ્રાથૅના કરવામાં આવી..

જીવદયાપ્રેમી દ્વારા અબોલ જીવો ને નદીનાં પટમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દફનવિધિ કરાઈ..

પાટણ તા.17
ઉતરાયણના દિવસે પતંગની દોરીથી મૃત્યુ પામેલા 58 જેટલા અબોલ પક્ષીઓની જીવદયા પ્રેમીઓ દ્વારા રવીવાર નાં રોજ અંતિમયાત્રા સાથે દફનવિધિ કરવામાં આવી હતી.
પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓના મોત થતા જીવદયા પ્રેમીઓ દ્વારા મૃત પક્ષીઓની અંતિમયાત્રા શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર માંથી કાઢી શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવી તમામ અબોલ જીવોની શાતિ માટે પ્રાથૅના કરી તેઓની દફનવિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સરસ્વતી નદીના કિનારે કરવામાં આવી હતી.


પાટણ શહેરમાં ઉતરાયણ દરમિયાન પક્ષીઓ ઘાયલ થતા હોય છે સાથે કેટલાક પક્ષીઓ નાં મોત પણ થતા હોય છે. ત્યારે ઘાયલ પક્ષીઓની સારવાર માટે સેન્ટરો શરૂ કરવામાં આવી હતી. સાથે ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
છતાં પણ પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વેમાં પતંગની દોરીથી ઘવાયેલ 58 પક્ષીઓના મોત થયા હતા. જેમની અંતિમ યાત્રા શહેરના રેલવે સ્ટેશનથી ત્રણ દરવાજા સુધી જીવદયા પ્રેમીઓ દ્વારા કાઢી હતી.આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા હતા.