#BANASKANTHA : રૂની ગામે પૂ.આ.શ્રી.કલ્પસુરિશ્ર્વરજી મ.સા.કાળધમૅ પામ્યા..

પાટણ તા.16
બનાસકાંઠાના રૂની ગામે પૂજય આ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા ના સમુદાયના કાંકરેજ કેસરી ગચ્છાધિપતિ પ.પૂ.આ.
કલ્પજયસૂરીશ્વરજી મહારાજ રવીવાર નાં રોજ કાળધમૅ પામ્યા છે.
રૂની તીર્થ મુકામે સમાધિ પૂર્વક કાળધર્મ પામનારા પૂજયશ્રીની પાલખી કાલે સવારે-8.00 કલાકે નિકળશે અને અગ્નિ સંસ્કારના ચડાવા સવારે.10.00 કલાકે બોલાશે. ત્યારબાદ પૂજયશ્રીના અગ્નિ સંસ્કાર કરવામાં આવનાર હોવાનુ જૈન મુનિ નયશેખર મહારાજ સાહેબ દ્વારા જણાવાયું છે.