#PATAN: ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા ડિડરોલ ગામના યુવાનો દ્વારા સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી..

  • યુવાનો દ્વારા અન્ય વિસ્તારોનાં યુવાનો ને પણ વિસ્તારને સ્વચ્છ બનાવવા પ્રેરણા પૂરી પાડી..
  • ચૌધરીપરા વિસ્તારનાં યુવાનો ની સફાઈ અભિયાન કામગીરી સરાહનીય બની..

પાટણ જિલ્લા નાં સિધ્ધપુર તાલુકાના ડિડરોલ ગામને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાની ગામના યુવાનો ની પહેલ ખરેખર સરાહનીય બની છે.
સિદ્ધપુર તાલુકાના (અંબિકાનગર) ડીંડરોલ ચૌધરીપરા વિસ્તારમાં રહેતા યુવાનો દ્વારા સફાઈ અભિયાન ની એક અનોખી પહેલ થી સમગ્ર વિસ્તાર ની સફાઈ અભિયાન કામગીરી હાથ ધરી ગામના અન્ય વિસ્તારોમાં રહેતા યુવાનોને પણ ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પોતાના વિસ્તારોની સફાઈ અભિયાન કામગીરી હાથ ધરવા અપીલ કરી હતી.
યુવાનો દ્વારા આગામી સમયમાં ક્યારે કોઈ બીમારી જવી મુશ્કેલીઓનો ગ્રામજનો ને સામનો ના કરવો પડે અને સમગ્ર ગામ નિરોગી અને સ્વસ્થ બની રહે તે માટે લોકો ને જ્યાં ત્યાં ગંદકી ન કરવા અને પોત પોતાના ધર આંગણા સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
આ સ્વચ્છતા અભિયાન માં જોડાયેલા યુવાનો માં દિનેશ ચૌધરી. વિજય ચૌધરી. અજય ચૌધરી. વિપુલ ચૌધરી. યોગેશભાઈ તલાટી કમ મંત્રી સહિત નાં યુવાનો ની સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ગ્રામજનો માં સરાહનીય બની હતી.