#PATAN: સમી તાલુકાના વાહેદપુરા ની મહિલાને 108 એમ્બ્યુલન્સ માં નોમૅલ ડિલિવરી કરાવી પ્રસવ પીડા માંથી મુકત કરાઈ..

પાટણ શહેર સહિત જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં કાયૅરત 108 એમ્બ્યુલન્સની તાત્કાલિક આરોગ્ય ની સેવા જરૂરિયાતમંદ દદીઓ માટે આશિર્વાદ રૂપ બની રહી છે ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા ગામની પ્રસવ પિડા ભોગવતી કૈલાસબેન દિનેશભાઈ ઠાકોર નામની મહિલાને ગતરોજ 108 એમ્બ્યુલન્સ નાં ઇએમટી વિપુલભાઈ પરમારે એમ્બ્યુલન્સમાં જ નોમૅલ ડિલિવરી કરાવી પ્રસવ પીડા માંથી મુકત કરતા મહિલા ના પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સ નાં ઇએમટી વિપુલભાઈ પરમાર અને પાયલોટ દિલીપભાઈ રાઠોડ નો આભાર વ્યક્ત કર્યો હતો.