#PATAN: શહેરના રામનગર રતનપરા થી રામાપીર મંદિર સુધીના સીસીરોડ નું ખાતમુહૂર્ત કરાયું…

ભાજપ શાસિત નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા કટીબદ્ધ છે : કે.સી.પટેલ..

ચોમાસા માં ધોવાણ થયેલાં શહેરનાં વિવિધ વિસ્તારોના માર્ગોનુ નવીનીકરણ કરવાની કામગીરી પાટણ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે સોમવારના રોજ શહેરના વોર્ડ નં – ૧૧ વિસ્તારના નવીન સી.સી રોડ રામનગર રતનપરા જોગણી માતાના મંદિર થી લક્ષ્મીપુરા રામાપીર મંદિર સુધીના માર્ગનું ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


ગત ચોમાસામાં વરસાદ નાં કારણે ધોવાણ થયેલાં ઉપરોક્ત માગૅ નૈ કારણે આ માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ને અનેક હાલાકી ભોગવવી પડી રહી હતી ત્યારે પાલિકા દ્વારા ઉપરોક્ત માગૅનુ ખાતમુહૂર્ત કરવામાં આવતા વિસ્તારના લોકો માં આનંદ છવાયો હતો.


પાલિકા દ્વારા કરવામાં આવેલા રોડ નાં ખાતમૂહુર્ત પ્રસંગે પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે શહેરીજનો ની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા કટીબદ્ધ રીતે કામ કરતી હોવાનું જણાવ્યું હતું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, બાંધકામ શાખાના ચેરમેન શાતિબેન ગીરીશભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ,ભાજપ આગેવાન પ્રવિણભાઇ એડવોકેટ, પૂર્વ કોર્પોરેટર ગીતાબેન સોલંકી સહિત વિસ્તારના કોર્પોરેટરો ભવાનજી ઠાકોર,હીરલબેન પરમાર સહિત વિસ્તારના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.