#PATAN: પાટણના છીડિયા અંબાજી માતાજીના પ્રગટ્ય દિવસ પોષી પુનમની ઉજવણી કરાઈ..

મંદિર માં રંગબેરંગી ફૂલો અને વિવિધ ફાળોનો મનોરથ ભરાયો..

પાટણ શહેરના છીડિયા પાસે આવેલ અંબાજી મંદિરે સોમવારના રોજ માતાજીના પ્રગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે અંબાજી માતાના મંદિરે અંબાજી માતાજી ના પ્રગટ્ય દિન પોષી પૂનમ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. મંદિર ગર્ભગ્રહ માં રંગબેરંગી ફૂલો અને વિવિધ ફાળો નો મનોરથ ભરાયો હતો.
માતાજી નાં પ્રાગટ્ય દિન નિમિત્તે ભક્તોએ ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.