#PATAN: ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરના વોર્ડ નં 5 આને 6 વિસ્તારમાં ઈ-શ્રમ કાડૅનું વિતરણ કરવામાં આવ્યું..

શહેરના શ્રમજીવી અને વકિલ ની ચાલી માં જરૂરિયાતમંદ પરિવારોને ઈ-શ્રમ કાડૅ નું વિતરણ કરાયું..

કેન્દ્ર સરકારની ઈ-શ્રમ કાડૅનો લાભ ગરીબ અને વંચિતો સુઘી પહોચાડવા પાટણ ભાજપ મહિલા મોરચાના મંત્રી મીનાબેન સોલંકી સહિતના કાયૅકતૉઓ દ્વારા શહેરના વોર્ડ નંબર ૫ અને ૬ ના શ્રમજીવી અને ઉપેન્દ્ર વકીલની ચાલીમાં ઈ-શ્રમ કાડૅ ના કેમ્પનું સોમવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

ઈ-શ્રમ કાડૅ કાઠવાના આ કાર્યક્રમમાં શ્રમજીવી વિસ્તારની આંગડવાડી અને શ્રમજીવી વિસ્તારમાં ઘરે ઘરે મુલાકાત લઈ ઈ-શ્રમ કાડૅનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી ખાતે પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર ના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનોને પ્રવીણભાઈ પરમારે ઈ-શ્રમ કાર્ડ યોજનાની માહિતી આપી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના આઈ ટી વિભાગના સહ પ્રભારી પરેશભાઈ મકવાણા,પ્રદેશ ભાજપ. અ.જા.મોરચાના કારોબારી સભ્ય મહેશભાઈ જાદવ, પાટણ જિલ્લાના અ.જા.મોરચાના કોષાઘ્યક્ષ મોહનભાઇ રાણા, પાટણ શહેર ભાજપના મંત્રી સાધનાબેન પરમાર, મહિલા મોરચાના મંત્રી જનકબેન ઓઝા, પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, સરસ્વતી તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ અરવિંદભાઈ પરમાર, પાટણ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ઈશ્વર પરમાર,પાટણ શહેર મોરચા ના ઉપપ્રમુખ કષ્યપભાઈ શ્રીમાળી, રાજુભાઈ મકવાણા સહિતના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના આયોજક અને મહિલા મોરચાના મંત્રી મીનાબેન સોલંકી સહિતના કાયૅકતૉઓએ શ્રમજીવી વિસ્તારમાં લાભાર્થીઓને રૂબરૂ કાર્ડ વિતરણ કરી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.