પાટણ સિદ્ધપુર હાઈવે ચાર રસ્તા પર ઓવર બ્રીજ ની કામગીરી ને લઈને સજૉતા નાના મોટા માગૅ અકસ્માતો..

વહેલી સવારે સ્વીફ્ટ કાર અને રેતી ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને વાહનોને નુકસાન..

ઓવર બ્રીજ ની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી.

પાટણ તા.17
પાટણના સિધ્ધપુર ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઓવર બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે આ માગૅ પર અવાર નવાર ટ્રાફિકની સમસ્યા સાથે નાના મોટા માગૅ અક્સ્માત બનાવો પણ સજૉતા હોય છે ત્યારે સોમવારે સવારે આ માગૅ પરથી પસાર થતી સ્વીફ્ટ કાર પાછળ રેતી ભરેલું ડમ્ફર અથડાતાં બન્ને વાહનોને નુકસાન થવા પામ્યું હતું જોકે કોઈ ને પણ અકસ્માતમાં ઈજાઓ ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.


પાટણ સિદ્ધપુર હાઈવે ચાર રસ્તા નજીક છેલ્લા કેટલાક સમયથી ગોકળ ગતીએ ચાલતી ઓવર બ્રીજ બનાવવાની કામગીરી ને લઈને આ માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ને અનેક હાલાકી ભોગવવી પડી રહી છે આ ઓવર બ્રીજ ની કામગીરી દરમિયાન ક્યારેક આ માગૅ ટ્રાફિકની સમસ્યાઓ તો ક્યારેક નાનાં મોટાં માગૅ અકસ્માતના બનાવો સજૉતા હોય છે.
પાટણ સિદ્ધપુર હાઈવે ચાર રસ્તા પર બની રહેલ ઓવર બ્રીજ ની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.