રાધનપુર નાં ધારાસભ્ય રધુભાઈ દેસાઈ ની ગોળ તુલા કરવામાં આવી..

પથુભાઈ ભીખાભાઈ વણકર પરિવાર દ્વારા આયોજિત ગોળ તુલા માં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા..

પાટણ તા.17
રાધનપુર નાં ધારાસભ્ય રધુભાઈ દેસાઈ ને સોમવારના રોજ રાધનપુર ખાતે નાં હનુમાનજી મંદિર, લાલદાસબાપુની મઢી મુકામે પથુભાઈ ભીખાભાઈ વણકર પરિવાર દ્વારા ગોળ તુલા કરવામાં આવી હતી.


રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના ગોળ તુલા પ્રસંગે હનુમાન મંદિર ના મહંત કરસનદાસ બાપુ એ આશિર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે રમેશભાઈ સોનારા, સુભાષભાઈ મકવાણા,
ધરમશીભાઈ પરમાર, મનોજભાઈ સોલંકી તેમજ સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત રાધનપુર નાં ધારાસભ્ય રધુભાઈ દેસાઈ દ્વારા તેમની ગોળ તુલા કરવા બદલ પથુભાઈ ભીખાભાઈ વણકર પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.