સમીના દાઉદપુર મુકામે આયોજિત ત્રિવિધ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

રાધનપુર નાં ધારાસભ્ય દ્વારા માતાજી ની પુજા અર્ચના સાથે પંથકની કામનાથૅ પ્રાથૅના કરાઈ…

પાટણ તા.૧૭
પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર મુકામે સમસ્ત મેવાડા( ભરવાડ) પરિવાર દ્વારા યોજાયેલ શ્રી ચામુંડા માતાજી, શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી ધાવડી માતાજીના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવાર ના રોજ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
આ ત્રિવિધ માતાજી નાં ફોટો પ્રતિમાના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ નું સમસ્ત મેવાડા (ભરવાડ) પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરી આવકાર્યા હતા.
આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા ત્રિવીધ માતાજીના આશીર્વાદ સદાય મેવાડા (ભરવાડ) પરિવાર સહિત પંથકના લોકો ઉપર વરસતા રહે તેવી કામના વ્યક્ત કરી માતાજી ની પુજા અર્ચના નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.