શહેરના નિમૅળ નગરથી ભાવિન સોસાયટી સુધી ની નવીન પાણી ની પાઈપ લાઈન ની કામગીરી નું ખાતમુહૂર્ત કરાયું..

પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી સહિત પાલિકા પ્રમુખ, પક્ષના નેતા અને વોટર વર્કસ શાખાના ચેરમેન ઉપસ્થિત રહ્યા..

નવીન પાઈપ લાઈન કાયૅરત બનતા વિસ્તારની પાણી ની સમસ્યાનો ઉકેલ આવશે : કે.સી.પટેલ..

પાટણ તા.17
પાટણ નગરપાલિકા દ્વારા 14 મા નાણાપંચ ની વર્ષ 2019/2020 ની ગ્રાન્ટ માંથી રૂપિયા 6,17,860 નાં ખર્ચે 6ના ડાયાની 647 મીટર લાંબી નિર્મળનગર થી ભાવિન સોસાયટી સુધી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈન નાખવાનું ખાતમહુર્ત સોમવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ ના પુર્વ મહામંત્રી કે સી પટેલ સહિત નાં મહાનુભાવો ની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું.
આ નવીન પાણી ની પાઈપ લાઈન નાખવાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સમસ્યા ને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી વિકાસ કામગીરી ની સરાહના કરી આ વિસ્તાર માં નવીન પાઈપ લાઈન નંખાતા પાણી ની મુશ્કેલી નું નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી પાલિકા ટીમ ને શુભકામના પાઠવી હતી.


નવીન પાણી ની પાઈપ લાઈન નાં ખાતમૂહુર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ, વોટર વર્કસ શાખાના ચેરમેન દીક્ષિત પટેલ સહિત સ્થાનિક કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.