#PATAN : સીએચઓ ની CHO ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની કામગીરી દરમિયાન ઉમેદવારો ની સુવિધા બાબતે વિપક્ષના નેતા દ્વારા રજુઆત કરાઈ..

પાટણ તા.૧૭
પાટણ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા આગામી તા ૧૮/૧૯ અને તા.૨૦ એમ ત્રણ દિવસ માટે સીએચઓ ની ભરતી માટે નાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની કામગીરી પાટણ જિલ્લા પંચાયત ખાતે આયોજિત કરવામાં આવી હોવાના અનુસંધાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવતાં ઉમેદવારો ને કોઈ પણ પ્રકારની તકલીફો ભોગવવી ન પડે અને તમામ પ્રકારની તેઓને સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે જરૂરી સુચનો સાથે સોમવાર ના રોજ કાયૅપાલક ઈજનેર માગૅ અને મકાન વિભાગ જિલ્લા પંચાયતના ઓને લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.