#PATAN: સહકાર ભારતી,પાટણ જીલ્લા દ્વારા ચાણસ્મા તાલુકા કક્ષાનો સહકાર ગૌરવ દિન પીપળ ગામે ઉજવાયો…

કોરોના ની મહામારી સમયે પ્રસંસનિય કામગીરી કરનાર ચાણસ્મા નાગરિક બેંકને જિલ્લા ની શ્રેષ્ઠ બેક તરીકે સન્માનિત કરાઈ..

સહકાર ભારતી,પાટણ જિલ્લા દ્વારા તેના સ્થાપના દિવસ ને ” સહકાર ગૌરવ દિન” તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ચાણસ્મા તાલુકાની ઉજવણી સોમવારે પીપળ ગામે સહકારી ધ્વજવંદન અને જિલ્લાની શ્રેષ્ઠ સહકારી સંસ્થા સન્માન કાર્યક્રમ સાથે હરિભાઈ પટેલ નાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
આ પ્રસંગે સહકાર ભારતી,પાટણ જીલ્લા, ડિરેક્ટર,ઉત્તર ગુજરાત કૉ-ઓપરેટીવ ફેડરેશન,મહેસાણા તથા ડિરેક્ટર પાટણ જીલ્લા સહકારી સંઘના પંકજભાઈ પટેલ, ડિરેક્ટર,મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેન્કના શાંતિલાલ પટેલ, સદસ્ય,ચાણસ્મા તાલુકા પંચાયત દિલીપભાઈ પટેલ, સેક્રેટરી મહેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ,પીપળ સેવા સહકારી મંડળી કીર્તિભાઈ પટેલ, પ્રમુખ,પીપળ દૂધ મંડળી હસમુખભાઈ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.


આ કાર્યક્રમમાં સહકાર ભારતીના સંસ્થાપક પૂજ્ય સ્વ.લક્ષ્મણરાવ ઇનામદારની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાની સહકારી બેંક કેટેગરીમાં સહકારી સંસ્થા સન્માન સહકાર ભારતી,પાટણ જીલ્લા દ્વારા પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યું હતું.જેમાં ચાણસ્મા નાગરિક સહકારી બેંક નું કોરોના કાળમાં કરેલ કામગીરી ને ધ્યાને લઈ જિલ્લાની શ્રેષ્ઠ સહકારી બેંક તરીકે સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવવા બદલ સન્માનવામાં આવી હતી.