#PATAN: આગામી ક્રાયૅક્રમો ને સુપેરે પાર પાડવા ભાજપ આગેવાનો ની મહત્વ ની બેઠક મળી..

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કાયૅક્રમો ને સફળ બનાવવા નાં ઉદ્દેશ સાથે સોમવાર ના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ની બાજુમાં આવેલ શાકાર પાર્ટી પ્લોટ ખાતે જિલ્લાના અધ્યક્ષ ડો. દશરથજી ઠાકોર ની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી.


આ બેઠક માં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વડાપ્રધાન ની મન કી બાત, માઇક્રો ડોનેશન અભિયાન,પેજ સમિતિ ની કામગીરી સહિતના કાર્યક્રમો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.


આ મિટિંગમાં જિલ્લાના પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ,પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, અરવલ્લી જિલ્લાના પ્રભારી ભરતભાઇ આર્ય, ગાંધીનગર જિલ્લાના પ્રભારી મોહનભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.