#PATAN : જિલ્લામાં કોરોના એ સદી વટાવી :122 કેસો નોંધાયા..

2235 લોકોના કોરોના ટેસ્ટ પેન્ડીગ : ધારપુર અને પાટણ શહેરમાં બે માસુમો પણ સંકમિત બન્યા..

પાટણ,સિદ્ધપુર ,હારીજ,શંખેશ્વર,સરસ્વતી અને ચાણસ્મા પંથકમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

પાટણ તા.17
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવાર કોરોના એ સદી વટાવી ત્રીજી લહેર માં અત્યાર સુધીમાં સૌથી વધુ 122 કેસો નોંધાયા છે જેમાં પાટણ શહેર અને ધારપુર માં બે માસુમ પણ કોરોના સંકમિત બનતા લોકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લા માં સોમવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસ ની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણ શહેર સહિત તાલુકામાં 74, સિદ્ધપુર શહેર સાહિત તાલુકા માં 15, ચાણસ્મા શહેર સહિત તાલુકામાં 17 ,રાધનપુર શહેરમાં 11, સમી શહેરમાં 2,હારીજ શહેરમાં 3 કેસો મળી જિલ્લામાં કુલ 122 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કોરોના ની ત્રીજી લહેર મા તા 1 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં કુલ 518 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 2 દર્દીઓ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.જેમા 54 દદીઓ સાજા થયા છે. 340 હોમ આઈશોલેશન છે તો 2235 લોકોના કોરોના નાં ટેસ્ટ પેન્ડીગ હોવાની સાથે તેમજ કોરોના ની ત્રીજી લહેર મા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.