#PATAN: શહેર નાં મોતીસા દરવાજા વિસ્તારમાં પાલૅર ધરાવતાં ઇસમની સેવા સરાહનીય બની..

શહેરના વિવિધ વિસ્તારો માંથી લોકો પાસેથી વેસ્ટ દોરી વેચાણ થી લઈને તેનો નાશ કરવામાં આવ્યો..

શહેરના વિવિધ વિસ્તારો માંથી બાળકો અને યુવાનો પણ પૈસા મળતા હોવાથી પુષ્કળ પ્રમાણમાં વેસ્ટ દોરી લઈને આવે છે..

પાટણ શહેર ના મોતીશા વિસ્તારમાં આવેલ રાજીબા પાર્લર ધરાવતા સેવાભાવી ઇલેવનભાઈ પટેલ દ્વારા મકરસંક્રાંતિ પવૅ પૂર્ણ થયા બાદ શહેરના કોઈ પણ વિસ્તાર ના બાળકો પાસે બિન જરૂરી પડેલી દોરી વેચાણ થી મેળવી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે.
ઉતરાયણ બાદ તેઓ દ્વારા અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો પાસેથી વેસ્ટ દોરી વેચાણ થી ખરીદી અબોલ પશુ પક્ષીઓ તેમજ રસ્તા ઉપર થી પસાર થતાં રાહદારીઓ ને અકસ્માતથી બચાવવા આ અભિયાન હાથ ધરી તેનો નાશ કરી નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ કરતાં હોવાનું તેઓએ જણાવ્યું હતું.