#PATAN: જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ની રજૂઆત નાં પગલે સાપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી મેડિકલ ઓફિસર ની નિમણુક કરાઈ..

ગામજનો દ્વારા જિલ્લાના અધીકારીઓ સહીત વિરોધ પક્ષના નેતા નો આભાર વ્યક્ત કર્યો..

સરસ્વતી તાલુકા ના સાંપ્રા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં છેલ્લા એકાદ વર્ષથી મેડિકલ ઓફિસર ચાર્જ માં હોય જેને લઇને આ વિસ્તાર ના પ્રજાજનોને આરોગ્ય બાબતે ખુબજ હાલાકી ભોગવવી પડે રહી હોવાની સાથે સાપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કાયમી મેડિકલ ઓફિસર ની નિમણુક કરવા પાટણ જિલ્લા પંચાયત નાં વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી ને તાજેતરમાં કરાયેલી રજૂઆત ને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત અધીકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સોમવાર થી સાપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાયમી મેડિકલ ઓફિસર ની નિમણુક કરવામાં આવી હોવાનું જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું.
સાપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાયમી મેડિકલ ઓફિસર ની નિમણુક કરવામાં આવતાં ગ્રામજનો એ આનંદ સાથે જિલ્લા નાં અધીકારીઓ સહીત જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.