#PATAN: પાટણના શ્રી અકાશીયા વિર દાદા ના મંદિર પરિસર ખાતે સંતસંગ હોલના નિમૉણ કાયૅ નું શંખનાદ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..

મંદિરનાં વિકાસ કાર્યો ને વેગવંતો બનાવવા ધમૅ પ્રેમી નગરજનો સહિત દાતા પરિવારોને સહિયોગી બનવા અપીલ કરાઈ..

આગામી દિવસોમાં આ વિસ્તારના લોકો ને નજીવા દરે આરોગ્યની સેવા મળી રહે તેવું આયોજન કરાશે..

ધમૉરણ્ય નગરી પાટણમાં અનેક ધાર્મિક સ્થળોના ધમૅપ્રેમી નગરજનો સહિત દાનવીર દાતાઓના સહયોગથી વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાટણ શહેરના મીરા દરવાજા નજીક આવેલ ઐતિહાસિક ધરોહર સમા શ્રી અકાશીયા વિરદાદા નું મંદિર પણ ભક્તજનો નાં આસ્થા નું કેન્દ્ર બિંદુ બની રહ્યું છે ત્યારે મંદિરના ઉત્થાન માટે મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટી ગણ સહિત પાટણની ધમૅ પ્રેમી જનતા સાથે દાતાઓના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું.
પવિત્ર પોષી પૂનમ નાં દિવસે મંદિર પરિસર ખાતે સંતસંગ હોલના નિમૉણ ને લઈને વિજય હનુમાન સંન્યાસ આશ્રમ નાં સંત પ.પૂ.વસંતગીરી મહારાજ નાં વરદ્ હસ્તે શંખનાદ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ સત્સંગ હોલ નાં કાયૅ માટે પાટણના દાતા ચંદ્રવદનભાઈ પરિખ પરિવાર દ્વારા રૂ 1 લાખનું માતબર દાન આપવામાં આવ્યું છે. તો અન્ય દાતાઓ દ્વારા પણ તન મન અને ધનની સખાવત પ્રાપ્ત થઈ રહી છે.


શ્રી અકાશીયા વિર દાદાનો ઈતિહાસ પણ અનેરો છે મંદિર પરિસરમાં શ્રી અકાશીયા વિર દાદાની અમિ દ્રષ્ટી આકાશ સામે હોવાથી શ્રી અકાશીયા વિર દાદાનાં મંદિર તરીકે પ્રચલિત બન્યું હોવાનું ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું.
ભગવાન શ્રી પદ્મનાભજી સપ્ત રાત્રી મેળા દરમિયાન જયોત સ્વરૂપે નિકળતી ચાર રવાડી પૈકી એક રવાડી અકાશીયા વિર દાદાના નિજ મંદિરે ઉતારવામાં આવે છે.
આ મંદિર પરિસર ખાતે આ વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના નાના-નાના ભૂલકાઓ માટે બે આંગણવાડી પણ કાયૅરત છે. જોકે મંદિર ટ્રસ્ટની આર્થિક પરિસ્થિતિનાં કારણે આંગણવાડી નાં ભૂલકાઓ ને જોઈએ તેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ શકાય તેમ ન હોય આના માટે શહેરના દાતા પરિવાર દ્વારા મંદિર ટ્રસ્ટને આર્થિક સહયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં આ વિસ્તારના લોકોને નજીવા દરે આરોગ્યની સેવા ઉપલબ્ધ બને તેવું આયોજન પણ ટ્રસ્ટી મંડળ વીચારી રહ્યું છે.
પોષી પૂનમ નાં પવિત્ર દિવસે મંદિર પરિસર ખાતે શરૂ કરવામાં આવેલ સંતસંગ હોલ નાં નિમૉણ કાયૅ સહિત મંદિર નાં વિકાસ માં પાટણ શહેરનાં ધમૅપ્રેમી નગરજનો સહિત દાનવીર દાતાઓને ઉદાર હાથે સહયોગ આપવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી જે.ડી.ઠકકર,ઉપપ્રમુખ કિરીટભાઈ ખમાર, ખજાનચી ડો.નિખીલ ખમાર,વિરચંદભાઈ જોષી, ભાનુભાઇ સોની,પુજારી દશરથભાઈ પ્રજાપતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.