#PATAN: જિલ્લા પંચાયતના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે કોવિડ-૧૯ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી..

પ્રવર્તમાન સમયમાં સમગ્ર દેશ અને રાજ્યમાં કોવિડ-૧૯ની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે અને પાટણ જિલ્લામાં પણ કોવિડના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે જિલ્લાના નાગરીકોને કોવિડ-૧૯ અંતર્ગત જરૂરી જાણકારી, માર્ગદર્શન અને આરોગ્યલક્ષી ફરિયાદ માટે જિલ્લા પંચાયત ખાતે કાર્યરત કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પર હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.


જેમાં ૭૫૭૩૦૧૫૨૭૭ તથા ૦૨૭૬૬-૨૩૪૨૯૫ નંબર પર ફોન કરી કોવિડના દર્દીઓને જરૂરી માહિતી તથા રસીકરણ સબંધિત માહિતી મેળવી શકાશે તેવું સુત્રોએ જણાવ્યું છે