#PATAN: શંખેશ્વર પંથકના ગામોમાં શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કરાયા.

શંખેશ્વર મહાતીર્થ સમીપે આવેલ વિવિધ ગામોમાં શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઇ દ્વારા જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કરાયા.જેમાં પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી અને શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઇ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે શ્રમજીવીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતાં.
શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઇ દ્વારા વિવિધ ગામોમાં માનવતાના કાર્યો કરવામાં આવે છે.જેના અંતર્ગત શંખેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે શ્રમજીવીઓ ને ધાબળા વિતરણ કરવામાં આવેલ.
આ સેવાકીય કાર્યમાં જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ચેરમેન જીજ્ઞાબેન શેઠ ઉપસ્થિત રહી ધાબળા વિતરણ કરેલ.