#PATAN : ગુજરાત લેવલની સખી ક્રેડિટ સોસાયટી પાટણ શાખાનું તારીખ તા.૧૬/૦૧/૨૦૨૨ના રોજ અમદાવાદ ખાતેથી ઓનલાઇન ઉદ્ઘાટન કરવામાં આવ્યું

એડવોકેટ અને ચેરમેન એવન ક્રેડિટ સોસાયટી પાટણ, મહેન્દ્ર પરમારના સહયોગથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Women Empowerment Corporation ના સ્વતંત્ર એકમ સખી કો ઓપ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લિ. ગુજરાત ધ્વારા તા.16-01-2022 રવિવાર ના દિવસે સવારે ક .10:00 વાગે core banking solution અને MFI પ્લેટફોર્મ સાથે ડીજીટલી (પાટણ શહેર) ની સખી ક્રેડીટ શાખા નું Google Meet ધ્વારા ઉદ્ઘાટન કરવા મા આવ્યું. આ ઐતિહાસિક પળ ના ભાગીદાર બનવા માટે ઓનલાઇન અમદાવાદ, ગાંધીનગર, પાટણ થી મહાનુભાવો જોડાયા હતા.
(1)ડૉ.યોગેશ મૈત્રક ટેકનિકલ હેડ-(NULM)-ન્યુ દિલ્હી
(2) પ્રીતિ પ્રિયદર્શી -MD, વુમન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન
તથા ચેરમેન-સખી ક્રેડિટ સોસાયટી-અમદાવાદ
(3)નીરવ પ્રિયદર્શી-ડિરેક્ટર-Wec- અમદાવાદ
(4)અમૃતલાલ પરમાર – ડો. બી.આર.ફાઉન્ડેશન-ગાંધીનગર
(5)રોશન અગ્રવાલ ડી.એચ.ઓ,એમ. એસ.ડબલ્યુ ઉ.ગુ.યુનિ.પાટણ
(6)મહેન્દ્રભાઈ એન.પરમાર, એડવોકેટ અને ચેરમેન – એ.વન ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ સોસાયટી – પાટણ
તથા સમગ્ર Wec અને સખી ક્રેડિટ સોસાયટી પરિવારના કર્મચારીઓ
હિતેન્દ્ર પરમાર તથા સુહાગ બારોટ વિગેરે .


શરૂઆત માં સખી ક્રેડિટ સોસાયટી ના ચેરપર્સન પ્રીતિ પ્રિયદર્શી દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું અને સંસ્થા ની વિકાસ ગાથા વર્ણવી જેમાં અમદાવાદ ના સફળ મોડેલ ને અન્ય જિલ્લાઓ માં કેવી રીતે કાર્યરત કરવા તે અંગેની માહિતી આપી.જેમાં પાટણ ખાતે પ્રથમ શાખા શરુ કરવામાં આવી રહેલ છે,તેના થકી સમગ્ર પાટણ જિલ્લાને સાંકળી લેવામાં આવશે.
ત્યારબાદ ડૉ. બી આર. આંબેડકર ક્રેડિટ કોપરેટીવ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન ના ચેરમેન શ્રી અમૃતલાલ પરમારે પણ સખી ની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે જોડાણ કરી 100% રિકવરી વાળા મોડેલ ને બિરદાવી હતી.રાજ્ય સરકારે પણ આ આ કામગીરી ની સરાહના કરી છે,તેમ જણાવી સખીક્રેડિટ સોસાયટીને સમગ્ર ગુજરાત માં લઇ જવા માટે અનુરોધ કર્યો હતો.
જયારે ડૉ યોગેશ મૈત્રક ધ્વારા વિમેન એમ્પવારમેન્ટ કોર્પોરેશન કેવી રીતે Resource Organization તરીકે કામ કરે છે જેમાં પાંચ પ્રકારના સશક્તિકરણ ની વાત કરી જેના ભાગ રૂપે આર્થિક સશક્તિકરણ એ સખીક્રેડિટ સોસાયટી ના માધ્યમ થી કરવા શરુ કરેલી ચળવળ સમગ્ર ગુજરાત માં ડિજિટલી વ્યવસ્થા ગોઠવવાની સમજ આપી જેમાં physical infrastructure ને બદલે વિષેશ રૂપે Digi Sakhi Partner (DSP)એટલે મહિલા જુથો સાથે સીધા જોડાઈ તેમના સાથીદાર બની
આ સખી સખી જૂથોને સખી ક્રેડિટ સોસાયટીના સભ્યો બનાવી દર મહિને ફક્ત સો રૂપિયા જેવી બચત કરી ધિરાણ, રિકરિંગ, એફડી અને સરકારશ્રીની જાહેર થતી અન્ય યોજનાઓનો લાભ મેળવી શકશે.તે માટે છેવાડા ના માનવી સુધી કેવી પહોંચાય તેની માહિતી આપી.
આમ સખી ક્રેડિટ સોસાયટી માં Digital Sakhi Partner બની ધંધો કરવાની ઉજ્જવળ તક મળશે તેમ જણાવ્યું. જેના માધ્યમ થી DSP સખી પાર્ટનર દર મહિને રૂ 15,000 થી 20,000 ની આવક મેળવી શકશે સાથે સાથે સખી ક્રેડિટ સોસાયટી માં જોડાનાર બહેનોને લાભ મળશે.અને તેઓએ (CBS)(Core banking Solutions) (કોર બેન્કિંગ સોલયુસન) ની સખી ની ઓફિસયલ એપ્લીકેશન મા કામ કરવાનું રહેશે જેની દરેકને તાલીમ આપવામા આવશે. અને દરેકને (id,અને પાસવર્ડ) આપવામા આવશે તેનાથી તમામ બેન્કિંગ કામ શીખવા મળશે તમામ બેન્કિંગ મોડેલ મા કામ કરવાનું થશે. સંપૂર્ણ માર્ગદર્શન અને તાલીમ સખી ટીમ ધ્વારા આપવામાં આવશે. તમામ કામગીરી ડીજીટલ કરવાની રહશે.જેથી કોઈ નો એક રૂપિયો પણ ગેરવલ્લે જવાની શક્યતા રહેશે નહીં.
પાટણ યુનિવર્સીટી ના MSW વિભાગ ના HOD પણ ઉપસ્થિત રહ્યા હતાં જેઓએ પણ sakhi ક્રેડિટ સોસાયટી ના માધ્યમ થી sakhi મંડળ ની બહેનો અને ગરીબ, વંચિત સમાજ નું આર્થિક સશક્તિકરણ થશે સાથે તેઓના વિદ્યાર્થીઓ ને પણ રિસર્ચ કરવાની તક મળશે તેમ જણાવ્યું
અંત માં બધાનો આભાર માની પાટણ શાખા ને સમાજ ના સર્વાંગી વિકાસ માટે ખુલ્લી મુકવામાં આવી.જેનો લાભ
જિલ્લાની તમામ પ્રજા કોઈપણ જાતનાં જ્ઞાતિ, જાતિ કે ધર્મના બાધ શિવાય મેળવી
શકશે.