પાટણમાં આરોગ્યલક્ષી કામગીરીને પહોંચી વળવા આગામી સમયમાં ભરતી કરાશે…

ઉમેદવારો ના ડોક્યુમેન્ટની ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી..

જિલ્લાના હેલ્થ સબ સ્ટેશનો ખાતે 62 ખાલી જગ્યાઓ માટે કુલ 313 ઉમેદવારો માન્ય…

હાલમાં કોરોના લગતની આરોગ્યલક્ષી કામગીરીને પહોંચી વળવા માટે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અનુસંધાને મંગળવારના રોજ જિલ્લા પંચાયત કચેરીના સ્વર્ણિમ હોલ ખાતે ડોકયુમેન્ટ ચકાસણી કમીટીના સભ્યો દ્વારા ભરતી વાંચ્છુક ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રક્રિયા 3 દિવસ સુધી કાર્યરત રહેશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.


પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના લગતની આરોગ્યલક્ષી સેવાઓ લોકોને ઝડપથી મળી રહે તે માટે એમએલએચની માન્યતા પ્રાપ્ત ડિગ્રી ધરાવતા ઉમેદવારોની કોમ્યુનીટી હેલ્થ ઓફીસર તરીકે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં 1239 ઉમેદવારો રજીસ્ટ્રેશન થયા હતા. જે પૈકી 800 ઉમેદવારોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા હતા, ત્યારે જિલ્લાના હેલ્થ સબ સ્ટેશનો ખાતે 62 ખાલી જગ્યાઓ માટે કુલ 313 ઉમેદવારો માન્ય ગણવામાં આવ્યા છે.
મંગળવારે પ્રથમ દિવસે 31 ઉમેદવારો હાજર રહ્યા હતા.જેમાં તમામ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન કમીટીના સભ્યો દ્વારા જરૂરી સર્ટીફીકેટો ની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉમેદવારોની 11 માસના કરાર આધારીત ભરતી કરવામાં આવશે.
આ વેરીફીકેશન પ્રક્રિયામાં ડો.નરેશભાઇ, વહીવટી અધિકારી એલ.જે. જાની, ધારાબેન પટેલ, એલ.પી.પરમાર સહિતનાઅધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.