#PATAN: પાટણ ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો..

પાટણ શહેરની ગોપાલભુવન પ્રાથમિક શાળા ખાતે પાટણ ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા દેશ ના મહાપુરુષો સ્વામી વિવેકાનંદની જન્મજયંતી થી લઈ સુભાષચંદ્ર બોઝ ની જ્ન્મ જયંતિ સુધી લઈ કર્તવ્ય બોધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ,જેમાં બૌધિક વક્તા તરીકે ડો બલદેવભાઈ દેસાઇ આચાર્ય , બી ડી સાર્વજનિક વિધાલય ,પાટણ દ્વારા આપણી દેશ પ્રત્યે અને બાળકો ને ધ્યાને રાખી ફરજ અને કર્તવ્ય વિષે ખૂબ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ અને રાષ્ટ્રીય સચિવ ભીખાભાઇ દ્વારા પણ રાષ્ટ્ર ફરજો અને સમૂહ ભાવના અને બાળકો તેમજ આપના હક વિષયે સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું. તો સાથે સાથે ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા ભીખાભાઇ ને રાષ્ટ્રીય સચિવ બનવા બદલ સન્માનીત પણ કરવામાં આવ્યા હતા. અને ગ્રાન્ટેડ પ્રાથમિક ના વર્ષો થી પડતર રહેલ પ્રશ્નો ના ખુબજ ઝડપી નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી.