#PATAN: પાટણના વિકાસ કામોને પહોંચી વળવા નવીન બે કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે….

પાટણ નગરપાલિકાની કારોબારીની બેઠક મળી..

મોટાભાગના વિકાસ કામો સર્વાનુમતે મંજૂર કરાયા..

પાટણ નગરપાલિકાના સ્વર્ણિમ હોલ ખાતે મંગળવારે કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન નાં અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમા શહેરના મહત્વના ૨૦ જેટલા વિકાસ કામોને સવૉનુમતે મંજુર કરવામાં આવેલ હતાં તો ૬ જેટલાં કામો આગામી સામાન્ય સભામાં વિચાર વિમર્શ માટે મોકલી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.


પાટણ નગરપાલિકા ખાતે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં શહેરમાં વિકાસ કામોને પહોંચી વળવા બાંધકામ સમિતિના ચેરમેન શાંતીબેન ગિરીશભાઈ પટેલ દ્વારા રજૂ કરાયેલા એજન્ડા પરના મુદ્દે આગામી દિવસોમાં નવાં ૨ કન્સલ્ટન્સી એમ્પેનલ માંથી નિમણૂક કરવા બાબત નાં મહત્વનાં મુદ્દે વિચાર વિમર્શ નાં અંતે નવા ૨ કન્સલ્ટન્ટ ની નિમણુક માટે જાહેર ખબર પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આ સિવાય નાં મોટા ભાગના કામો સવૉનુમતે કારોબારી સમિતી દ્વારા મંજૂર કરવામાં આવ્યા હોવાનું કારોબારી ચેરમેન અરવિંદ ભાઈ પટેલે જણાવ્યું હતું.
પાટણ ખાતે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં કારોબારી ચેરમેન સહિતના સભ્યો, ચિફ ઓફિસર, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ સહીત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.